STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Tragedy Classics

3  

Prahladbhai Prajapati

Inspirational Tragedy Classics

શ્વાસો કરો તૈયારી કાષ્ઠે ખડકાવ

શ્વાસો કરો તૈયારી કાષ્ઠે ખડકાવ

1 min
25.5K


હારેલા ઉમેદવાર જેમ નહીં, કોડીલા વરરાજા જેમ,

શ્વાસો કરો તૈયારી વાજતે ગાજતે જાન માંડવે એમ.


ખાલીપો હણહણે મરશિયાં ગવાય ફટાણાં જેમ,

શેહેરમાં જગાની જરુર કરો ખાલી ભાડુઆત એમ.


સ્વજનોની સગાઈ સિમાઓ કુદવાની કરો તૈયારી,

સમેટો પથારી, ગાદી તકીયા સહીત પરત સાંપવાની.


જુઓ તુફાન ઉઠવા પહેલાંના અણસાર રહયા ધસી,

જુદાઈની જણસો પહેરી અવસર મ્હાલવા કરો તૈયારી.


કાયમી ઘરના પ્રોજેકટે ભૂલ્યા વેશ ભાડુતી ભવાઈના, 

આશાઓ સફરની સાધના લૈ પહોંચી કાષ્ઠે ખડકાવા.


શૂન્યા વકાસની કમિટીને સાંપો નોટબુક હિસાબો નાંધવા,

શ્વાસના ઝીરો બેલેન્સની પાસબુકમાં હવે એન્ટ્રી નાંધવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational