STORYMIRROR

Shaurya Parmar

Comedy

3  

Shaurya Parmar

Comedy

શું કામ?

શું કામ?

1 min
13.5K


હું તો બોલાવતોતો તને ફક્ત આમ,
બાકી તારે ને મારે શું કામ?

આતો શું કે પીવો મારે એક જામ, 
એના કરતા તને જોઈને થઈ જાવ બેફામ 
બાકી તારે ને મારે શું કામ?

આતો શું કે લવ હું ભગવાનના નામ 
એના કરતા તને જોવ તો થાય ચારધામ 
બાકી તારે ને મારે શું કામ?

આતો શું કે બદલતો રહું હું નામ,
એના કરતા તને પામી થાવ ઠરીઠામ; 
બાકી તારે ને મારે શું કામ?

આતો શું જો તું સમજે મારા હૈયા કેરી હામ 
તો પછી એય ને નિરાંતે લેવાય નામ રામ 
બાકી તારે ને મારે શું કામ?

હું તો બોલાવતો'તો તને ફક્ત આમ 
બાકી તારે ને મારે શું કામ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy