શું..! આ જ છે આઝાદી
શું..! આ જ છે આઝાદી
આઝાદી એટલે શું મને નથી સમજાયું,
શું...! આ જ છે આઝાદી...?
પુરખો લડ્યા સદીઓ સુધી, યુધ્ધ આઝાદી તણુ,
વીર જવાન કેટલાંય શહીદ એમા થયાં,
મળી જયારે આઝાદી જોવા ન એ કોઈ રહ્યા,
પૂછશે બાપુ હવે, એક જ સવાલ,.
શું....! આજ છે દેશ આઝાદ....?
રાજાઓ જયાં દેતા વફાદારીને માન,..
સેવા ધર્મ રાજાનો ધર્મ રાજ્યનો ઉધ્ધાર,...
નીતિ આજ કહે પોકારી સત્તા જ છે સહકાર,
પૂછશે વંશરાજાનો બસ એક જ સવાલ,
છે રાજ્ય કેટલું સત્તાથી આઝાદ....?
લડી થઈ મર્દાની રાણીલક્ષ્મી બાઈ,...
સાડી પહેરી નીકળી પડી ઘોડે થઈ અસ્વાર,
મમતા બાંધી પીઠે એણે દુશ્મન પર કર્યો વાર,
પૂછેશે રાણી લક્ષ્મી એક જ હવે સવાલ,.
શું....! આજના યુગે નારી છે આટલી આઝાદ...?
ઘુંઘટ ઓઢી મર્યાદા એની સાચવતી,
સ્વમાન પોતાનું સમજી ફરતી સંગ અભિમાન..
મળી સ્વતંત્રતા અને નીકળી એ ચોરે આજ.......
પૂછશે મર્યાદા હવે એક જ સવાલ,
શું....! છે આજ સલામત નાર...?
કર્યોં વિચાર ઘણું વિચારી મેં,
આઝાદી છે કયાં મળી મને.......
નામ સ્વતંત્રતાનું આપી બાંધી ચોખટની પાર.....
શું....! છે આ જ આઝાદીનું નામ ?
