વીસ-વીસ
વીસ-વીસ
વીસ-વીસ એ આવી નિરાળી,
કાપી કેક કરી ઉજાણી.
થઈ નવા વરસની પરોઢ તાજી,
શરું થઈ નવા ફંડાની સરવાણી.
પહેલો માહ આવ્યો જાન્યુઆરી,
પતંગ ચડાવ્યા સૌએ મનભરી.
માણી જીયફત ઉંધીયાની ઘણી,
આવ્યો માહ બીજો ફેબ્રુઆરી.
બાળકો કરે પરીક્ષાની તૈયારી,
ઠંડી એવી કાળજે કકડાવી.
પુરો માસ તારીખ ઓગનત્રીસ આવી,
ત્રીજો માહ માર્ચની થઈ પધરામણી.
પરીક્ષા થઈ હેમખેમ પુરી,
તારીખ આવી વીસ-બાવીસ.
લાવી હવામાં ઘોળી વીશ,
સરકાર થઈ સજાગ સશીર.
દેશ બાંધ્યો સાંકળે તાળુ-દઈ ચાવી,
નીકળે નહીં બાર કોઈ બહાનુ ધરી.
પોલીસ લઈ ડંડા ફરી વળી,
એપ્રીલ, મે,જુન,જુલાઈ,
રહ્યા સૌ ઘરમાં કરી સાફ સફાઈ.
ઓગસ્ટે કંટાળી ઘરવાળી,
જાવ કામેતો હવે મહેરબાની.
બાર પોલીસ ઘરે ઘરવાળી,
જ્યાં કયાં માનવ ઊઠ્યો પોકારી.
ત્રાહીમામ ત્રાહીમામ કોરોનાએ કરી.
સેકડો માનવોની લીધી બલી.
માનવ માનવની દુશ્મની વધી,
સંબધોની સચ્ચાઈ સામે ખડી.
સાહારો આપે કોન કોના વતી,
કરે વિચાર કુદરતે કેવી હાલત કરી.
કુદરત જાણે માનવને જવાબ દેતી,
જેવી મારી તે વલે કરી
બચાવ મારી તું ધરાને સખી,
સલામત રહેશે તારી જીવા દોરી.
આવી હતી વીસ-વીસની કહાની,
વીસ-એકવીસ કયારે આવશે મજાની.
