STORYMIRROR

Doli Modi

Others

3  

Doli Modi

Others

કયારેક તો

કયારેક તો

1 min
182

હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,

મળશે મને પળ આરામવાળી.


પરોઢે જાગતા કોઈ કહેશે કયારેક તો,

તું આરામ કર, હું ચા બનાવું તુલસીવાળી,


રસોઈની સોડમ હું લઈશ કયારેક વરંડેથી

ઝૂલે બેસીને કયારેક મળશે તૈયાર થાળી,


હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,

મળશે મને પળ આરામવાળી.


ફરું ફુંદરડી આમતેમ ભમતી ક્યારેક તો,

સંભાળુ લગામ ઘરની કરતી રખેવાળી.


પતિ પરમેશ્વર મારે મન હંમેશા, કયારેક તો,

કહેશે મારી પત્ની દેવી મંદિરવાળી.


હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,

મળશે મને પળ આરામવાળી.


મહેણાં - ટોણાં, કોયા-કચકા, કયારેક તો,

અબળા નહી, સબળા બનીશ હું નિરાળી.


સપનાં જોઉં હું ઊડું આકાશે, કયારેક તો,

જોઉં છું ત્યારે છે પાંખ મારી વઢેયલી.


હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,

મળશે મને પળ આરામવાળી.


કોઈ તો હશે જો નારીને સમજશે, કયારેક તો,

કરશે જો વાત થોડી સમજણવાળી.


આંખોથી વહેતું દુઃખોનું ઝરણું, કયારેક તો,

ખુશીની આડે પાળ બાંધી પાંપણની.


હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,

મળશે મને પળ આરામવાળી.


Rate this content
Log in