નવયુગનો પ્રારંભ
નવયુગનો પ્રારંભ
1 min
241
આજ ખુલ્લી હવામાં શ્વાસ લીધો,
રસ્તા ચૂમી બહાર નીકળ્યાનો અહેસાસ લીધો,
ચહેરા બધાં અજાણ્યાં લાગ્યાં,
માસ્ક બાંધેલા તો'પણ ડરેલા લાગ્યાં,
એક બે રસ્તા પર વાહન દેખાયા,
કામ માટે જ નીકળેલા માણસો દેખાયા,
રસ્તે થોડી ચહલપહલ છે
સન્નાટો મનની અંદર છે,
નિરાશાની બધે આગ લાગી છે,
ઉત્સાહની વર્ષાથી ઠંડી કરવી છે,
કરોના કરોના કયાં સુધી કરશું,
બહાર નીકળી હવે પેટીયું રળશું,
મહામારીનો અંત આણી,
નવા યુગનો આરંભ કરશું.
