STORYMIRROR

Doli Modi

Others

3  

Doli Modi

Others

તારી રાહમાં

તારી રાહમાં

1 min
206

પુષ્પો બીછાવ્યા શ્રીજી તારી વાટમાં...

કયારે આવે તું બસ...!

હું છું તારી રાહમાં.......


મનમાં કોયલિયા ટહુકા કરે ને.......

મોરલીયો થનગન નાચે ચમનમાં.......

તારા વિના સંગીત અધુરુ લાગે..... .

કયારે તું વાંસળી વગાડે આવી....!

હું છું તારી રાહમાં.......


પુષ્પો બીછાવ્યા શ્રીજી તારી વાટમાં.....

કયારે આવે તું બસ........

હું છું તારી રાહમાં.......


સાવન કેટલાંય આવે ને જાય છે........

પાલવ મારો તો કોરો રહી જાય છે.........

વસંતના ઝૂલાને તાકુ એમ ઊભી.........

કયારે તું ઝૂલાવે મને આશ આવી......!

હું છું તારી રાહમાં........


આશાના ઉંબરે દોડી દોડી જાઉં છું......

મંદિરના બારણાં ખટકાવ્યે જાઉં છું........

ઉમંગનો ઘણી લઈ આંગણે ઊભી..........

કયારે ખોલીશ દ્વાર તું આવી.......?

હું છું તારી રાહમાં.......


કૃષ્ણ કયારેક, ને શ્યામળા કહું છું......

કયારેક માધવ, કદી ગોપાલો કહું છું.......

તારા હજારો નામ મનમાં લાવી........

રાધા તું બોલે મને કયારે આવી....?

હું છું તારી રાહમાં....


સામગ્રીને રેટ આપો
લોગિન