દાદાની લાકડી
દાદાની લાકડી
મહામારીને ભૂલીને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવી બા'ર નીકળી પડયા હતા. એની જીમેદારી પછી સૂરજદાદા એ લેવાનું નકકી કર્યુ હતું. જે લોકો પોલીસનું અને કાયદાનું નહતા સાંભળતા એલોકો માટે સૂરજદાદા ડ્યુટી પર આવી ગયાં હતા. પોલીસને પણ થોડી રાહત થઈ હતી.
સૂરજ વિચારે માનવ કેટલો લાચાર,
નીકળી પડે સવાર બપોર સાંજ,
મહામારીની નથી રહી બીક.
થવું હોય તો થાય બધું ઠીક,
માસ્ક સેનેટઈઝરની વાત થઈ પુરાની.
પોતે મરશે કરોનાથી બીજાની પણ વાટ લાગાડી,
કરવું રહ્યું મારે કંઈક લેવી રહી મારે જીમેદારી.
પારો ચડાવ્યો દાદા એ ચાલી (40),
મુછોમરડી, ભરી આંખુમાં લાલી.
લીધી લાકડી ધગધગતી કિરણની,
આવી ઊભાં લઈ રથની સવારી.
નીકળ્યું જો કોઈ ખબરદાર બારી,
પડશે માથે ગરમ લાકડી કિરણોની.
ભાગ્યો માણસ દ્વારે ઘરની,
બચશે હવે માનવ કોરોનાથી.
નોંધ = હાલ તો દાદા અત્યારે ઠંડીની મોસમ છે. પણ જયારે એ ગરમી, લોકડાઉન, હતું ત્યારે સૂરજ દાદા એ સંભાળેલી જવાબદારી યાદ રહી ગઈ છે.
