શ્રાવણ
શ્રાવણ


ધીરી ધારે વરસ્યું શ્રાવણે અમૃત આભ
લીલાછમ ખેતરે ફૂલ ને મોલમાં ગાભ,
કરે બેનડી રક્ષાબંધને ભાઈને ફરી યાદ
પૂર્ણિમા શ્રવણ નક્ષત્રે અંધકારે ફરિયાદ,
શિવને સોમવારે નમન કરીને ઉપવાસ
આઠમે ઉજવે જન્મ કૃષ્ણ કરી ફરી વાસ,
જુગટુ ખેલી બરબાદ થતા કોઈ ગોઠિયા
આનંદે આરોગી તાજા ભજીયા ગાંઠિયા,
રાંધણછઠ ચૂલે મબલખ પકવાન મીઠા
ઘેર ઘેર મચ્છરાં ને ખાટલા માંદા દીઠા,
ધીરી ધારે વરસ્યું શ્રાવણે અમૃત આભ
નીતરી નીર નભથી ધરા સૃષ્ટિને લાભ.