શોધતાં રહ્યાં
શોધતાં રહ્યાં


સામે મંઝિલ હતી એમની છતાંય,
તેઓ તો રસ્તાઓ શોધતાં રહ્યાં,
આગ લાગી હતી બંને તરફ છતાંય,
તેઓ તો બળતાં માં ઘી હોમતાં રહ્યાં,
કયારેક તો હું વિચારું છું એ વાત ને,
તેઓ તો ખબર નહીં શું કરતાં રહ્યાં,
ખુલ્લી કિતાબ સમી જિંદગી જો કહી,
તેઓ તો બસ પાના ઉથલાવતાં રહ્યાં,
અંતે હારી ગયાં અમે પ્રેમની બાજી,
તેઓ તો જીતીને પણ હારતાં રહ્યાં..!