STORYMIRROR

Mehul Patel

Action

3  

Mehul Patel

Action

શોધ તારી જાત ને

શોધ તારી જાત ને

1 min
247

તું છે કોણ ?

પૂછ તારી જાત ને,

ખોવાયો છે ક્યાં ?

શોધ તારી જાત ને.


વિઘ્નના વાદળ અનેક ઘેરાશે,

તૈયાર કર તારી જાત ને,

સમસ્યાઓ થી ઘેરાયેલો રહે છે કેમ ?

બહાર કાઢવા ઢંઢેર તારી જાત ને.


તું છે કોણ ?

શાંત મને પૂછ તારી જાત ને,

કરી શોધ સૂતેલી શ્રેષ્ઠ શક્તિની,

ઉજાગર કરી જો તારી જાત ને.


મા ધરતીની સેવા કાજ,

શોધ તારી જાત ને,

તું છે કોણ ?

પૂછ તારી જાત ને !


Rate this content
Log in

Similar gujarati poem from Action