Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Sardhara " શ્વેત "

Romance

4  

Sweta Sardhara " શ્વેત "

Romance

શણગાર મોકલ

શણગાર મોકલ

1 min
414


સજાવી તારા શબ્દોમાં મને કંઈક એવો શણગાર મોકલ

હું ઓળખી શકું જરા એક નજરે એવો અણસાર મોકલ


તને સમજવાની છે ઈચ્છા, ને ઓળખવાની આતુરતા 

બનાવટી હાસ્ય છોડી તું તારો અસલી કિરદાર મોકલ


ઝરમર ઝરમર વરસે ના બુઝાય આ તરસ દોસ્ત

બસ એકવાર વ્હાલનો વરસાદ અનરાધાર મોકલ 


આ નદીનું મીઠું જળ પીવા વાળા અનેક મળશે તને 

હું એક જ માંગુ, તું તારા દર્દ નો ખારો સાગર મોકલ


તારા વગર માગ્યે હું સુખ ને શાંતિ આપી ચૂકી તને

હું રડી લઈશ સંગાથે તું આંખોની અશ્રુધાર મોકલ


સહમતી તો છે મારી આ સમાજના રિવાજોની જુદાઈ પર

બસ આત્માના સાથી થવામાં તારા હૃદયનો સ્વીકાર મોકલ


સમજવાને કાજ તને, ખોવાઈ છે " શ્વેત " ક્યાંક દૂર

ભૂલી છું ખુદની ઓળખ ને, તું મારી જ તસવીર મોકલ


Rate this content
Log in

Similar gujarati poem from Romance