શંકાના વમળો
શંકાના વમળો


ઘણાં સમય બાદ પરત આવી છો તું,
પ્રેમભર્યું સ્વાગત તારૂં કરવા દે,
મારા દિલના આસને પ્રેમથી બેસીને તું,
તારા હાલ હવાલ મુજને પૂછવા દે,
મનની શંકાને દૂર કરવા આવી છો તું,
તારી શંકાના વમળો શાંત કરવા દે,
પ્રેમથી મારી આખી વાત સમજીને તું,
રાઈનો પર્વત હવે મુજને તોડવા દે,
વાત ઝગડાની સાવ મામુલી જ છે તું,
સમસ્યાનો અંત હવે લાવવા દે,
મનનાં ભેદભાવ કાયમ દૂર કરી લે તું,
પ્રેમનો તંતુ મજબૂત મુજને કરવા દે,
જો સમસ્યાનો ઉકેલ સમજે તો તું,
તારા મુખથી સ્મિત તું રેલાવી દે,
તસ્વીર તારી મારા દિલમાં છે "મુરલી",
તારા દિલમાં હવે મુજને વસવા દે.