STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

પ્રેમીની મનોવ્યથા

પ્રેમીની મનોવ્યથા

1 min
376

સૂરજની પહેલી કિરણ નવી આશા લઈને આવે છે,

તને મળવા માટે મારી આંંખો તરસી બની જાય છે.


રોજ સવારે તારી યાદ મારા મનમાં છવાઈ જાય છે,

તારો હસતો ચહેરો જોવા મારૂં હ્રદય તડપી જાય છે.


બપોરના સૂરજની ગરમીથી અતિ પરેશાન થવાય છે,

તારી ઝુલ્ફોનો શિતળ છાયો મને યાદ આવી જાય છે.


સુંદર સંધ્યાના રમણીય દ્રશ્યો મને મદહોંશ બનાવે છે,

તારૂ સાનિધ્ય માંણવા મારા રોમ રોમ લહેરાઈ જાય છે.


રોજ રાતે સપનામાં આવીને મને તુ ખૂબજ સતાવે છે,

તે જોઈને મારા હ્રદયમાં વસાવવાનું મન થઈ જાય છે.


 ન સતાવ વાલમ મને હવે મારી યુવાની વિતી જાય છે "મુરલી" મારા જીવનને તુ શા માટે પાનખર બનાવે છે?


 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama