દિલમાં સમાઈ જા
દિલમાં સમાઈ જા


તારી મુલાકાતથી આ સંધ્યા રમણીય લાગે છે,
નભમાં ઉડતા પક્ષીઓના તરાના મધુર લાગે છે,
મારી સાથે પ્રેમભરી વાતો કરીલે વાલમ,
મારા મનડાનો મયૂર મધુર ટહૂંકા કરતો લાગે છે.
તારા મિલનથી રાત પણ રળીયામણી લાગે છે,
તારાઓની આ મહેફિલ અતિ રંગીલી લાગે છે,
મારી સાથે પ્રેમનો તંતુ જોડી દે વાલમ,
મારો તારો જનમ જનમનો સથવારો લાગે છે.
તારા નયનોમાં મારી તસ્વીર દેખાતી લાગે છે,
મારા દિલમાં પ્રેમની શરણાઈ ગુંજતી લાગે છે.
દોડીને મારા દિલમાં સમાઈ જા વાલમ,
તારા વિના "મુરલી"ના સૂર મને બેસૂરા લાગે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)