STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રેમીનું રૂદન

પ્રેમીનું રૂદન

1 min
318

શું થયું છે આજે મારા હ્રદયને, શા માટે તડપી રહ્યું છે?

ચહેરો મારો હસી રહ્યો છે, પણ આંખો તો રડી રહી છે.


કેમ સમજાવું મારા મનને, કેમ વિચારોમાં ડૂબી રહ્યું છે? 

જે છોડીને ચાલી ગઈ છે તેને, આજે યાદ કરી રહ્યું છે.


હ્રદયથી પ્રેમ કર્યો હતો તેને, પ્રેમનો તંતુ તેણે તોડ્યો છે,

મહેંકતી મારી પ્રેમની વસંતને, પાનખર બનાવી ગઈ છે.


ભૂલવા માંગુ છુ એ બેવફાને, પણ યાદ આવી રહી છે,

તેની નફરતની આગ મારા, રોમ રોમને દઝાડી રહી છે.


હવે આ એકલાપણું મુજને, ગમગીન બનાવી રહ્યું છે,

તેના પ્રેમમાં પડવાનો "મુરલી", અફસોસ થઈ રહ્યો છે.


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance