STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

અગર તુ ન હોત તો

અગર તુ ન હોત તો

1 min
396

જો તુ ન હોત તો, આ સાંજ સુંદર ન હોત,

સરરર વહેતો સમિર તીર જેવો લાગતો હોત,


તારી વાટ જોતા જોતા ઓ મારી વાલમ,

આ તારાઓની મહેફિલ સૂમસામ બની હોત.


જો તુ ન હોત તો, આ રાત પૂનમની ન હોત,

પૂનમના ચંદ્રમાં તારો ચહેરો દેખાતો ન હોત,


તને હ્રદયમાં વસાવવા માટે મારી વાલમ,

મારા મનમાં પ્રેમના તરંગો લહેરાતા ન હોત. 


જો તુ ન હોત તો, માયા હ્રદયમાં વસી ન હોત, 

તારા નયનોનાં આયનામાં મારી તસ્વીર ન હોત,


તારી સાથે ભવભવના ફેરા ફરવા મારી વાલમ,

આ "મુરલી" પર ઈશ્ચરની કૃપા વરસતી ન હોત. 


લચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama