શમણું મારું સાર્થક થયું
શમણું મારું સાર્થક થયું
અમારુંય કોઈક ચાહક થયું છે,
હૈયું એને જોઈ અવાચક થયું છે,
જાગી એના હૈયે મારા માટે પ્રીત,
જોને મારું શમણું સાર્થક થયું છે,
વર્ષા સમો છે એનો અદ્ભૂત પ્રેમ,
જોને મારું દિલ પણ ચાતક થયું છે,
ચંદ્ર સમો રમણીય અને શીતળ છે,
જોને મારું હૈયું ચકોરી માફક થયું છે,
ઘણી દુઆઓ પછી કોઈ ચાહક થયું,
આમ એકાએક અચાનક થયું છે.