STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

શક્કરટેટી

શક્કરટેટી

1 min
236

ઉનાળાની ગરમીમાં થાવું છું 

ઉનાળાની હું છું ભાઈ બેટી    

ગોળમટોળ,રસદાર લાગું છું

નામ મારું ભાઈ શક્કરટેટી


વેલા ઉપર મારુ ઘર હતુ

વેલાને મૂકીને આવી બજાર

બજારમાં મળી કાકડીબેન 

સજાવ્યાં છે મને શણગાર 


કાકડી કાકડી કરશો નહીં 

કાકડીબાઈથી હું છું મોટી

ઉનાળાની ગરમીમાં થાવું છું 

ઉનાળાની હું છું ભાઈ બેટી


નાના નાનાં બાળકોને ગમતી   

લોકો મને આનંદથી ખાતાં

સાકર જેવી મધમીઠી છું 

ગુણલા સૌ મારા રે ગાતા 


તડબૂચભાઈથી હું છું નાની

તડબૂચ મને કહે છે છોટી

ઉનાળાની ગરમીમાં થાવું છું 

ઉનાળાની હું છું ભાઈ બેટી


Rate this content
Log in

Similar gujarati poem from Children