શકે છે
શકે છે
શું બુદ્ધિ, મનને હરાવી શકે છે ?
મન, પણ વિચારો કયાં મારી શકે છે !
શું હાસ્ય, રુદનને દબાવી શકે છે ?
અકારણ, પણ કયાં કોઈ રડાવી શકે છે !
શું પ્રયત્નો, અસફળતાથી રિસાઈ શકે છે ?
સફળતા પણ, એમજ કયાં વરી શકે છે !
શું સમય, જિંદગીને ચલાવી શકે છે ?
એમજ કયાં, સમય હાથથી સરી શકે છે !
શું જુદાઈ, દિલોને હરાવી શકે છે ?
'ચાહત' પણ, નફરતને કયાં જલાવી શકે છે !