શિશુ - મન
શિશુ - મન
ચોપડાના ભાર તળે કચડાતું
અક્ષરોમાં ખોવાતું
શિશુ મન જઈ ચડ્યું
પતંગિયાની પાંખે,
ઉપવનમાં શોભતા
રંગ બેરંગી ફૂલો વચ્ચે,
આજ આ અવસર
રૂડો મળ્યો છે મને,
ચાલને હું ફરી લઉં
ને અચાનક સનનન
તીર છૂટયું શબ્દોનું,
લેસન કરી લે જલ્દી,
બિચારું શિશુમન
પાછું ફર્યું કાચબા ચાલે
પેન ને નોટોના ખડકલા વચ્ચે.
