STORYMIRROR

Patel Padmaxi

Tragedy

4  

Patel Padmaxi

Tragedy

શહાદત

શહાદત

1 min
452


એ તો તૈયાર હતા લડવા સામી છાતીએ,

કાયરો તમારી આ કેવી કરતૂત!

મરીને ય શહીદ થયા અમારા વીરલાઓ,

મળી આ વખતે પણ ભારતને જ જીત.


કરીને કાવતરાં કયાં સુધી જશો?

કયાં સુધી કરવા છે કાળાં કામ,

કેટલી ક્રૂરતાં ભરી છે તમારા હૈયામાં,

કયાં સુધી ગાતાં રહેશો નફરત તણાં ગીત?


થાય છે હરહંમેશ એવું કે પ્રેમની ભાષા,

સમજાવીને અનુસરી ભારતની ભૂમિએ,

શું રોપાયાં છે હૈયામાં તમારા ઝેરનાં બીજ,

ઉભી કરી દો છો કાયમ જડતાંની ભીંત.


કંગણ કેટલા તોડયા,સેંથા ભૂસાયાં હજાર

કેટલાંય માવતરનાં ખોળા થયા છે ખાલી,

રકત વહાવ્યા વગર કારણે, શિર છેદયાં,

સદી બદલાય, ના બદલાઈ આંતકી તમારી રીત.


વહોરીને શહાદત અમર થયા વીર લોકહૃદયમાં,

ના ભૂલશે કદીય આ જન એમના બલિદાનને,

મળશે જવાબ જરુર પ્રપંચી કારનામાંઓનો,

કરી લો ડરને તમારા કઠોર કાળજાઓમાં અંકિત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy