STORYMIRROR

Nardi Parekh

Fantasy

4  

Nardi Parekh

Fantasy

શબ્દોત્સવ

શબ્દોત્સવ

1 min
361

શબ્દ બ્રહ્મનું પ્રતિબિંબ છું

ને બ્રહ્માંડ નાયકનું નાનું શું અણુ છું

કલમથી વાવેતર  કરનારું બીજ છું


સંહિતાને પેટાળે ધરબાયેલ

સોનેરી શમણું છું

કલમ વડે કોતરણી કરનારું

શબ્દ તણાં શિલ્પીનું

ધારદાર ટાંકણું છું


એક એક સર્જનનો   

ઉત્સવ ઉજવતું ઊછળતું ને કૂદતું

ખળખળ વહેતું ઝરણું છું

શ્વાસે શ્વાસે સોહમ શોષનારું 

ઈશને અંતરિયે ઝુલાવનારું

હેત ભરેલું પારણું છું


વિચારોનાં વાવાઝોડાંને નાથનારું 

મન મંદિરનો પહેરો ભરનારુ

અભેદ બારણું છું

કલમની કટારથી     

અંધકાર ચીરનારું

નંદી હું અભિનવ

પ્રભાત અરુણું છું



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy