શબ્દોની માયાજાળ
શબ્દોની માયાજાળ
શબ્દો છે માયાવી, શબ્દોની અનેરી ચાલ
શબ્દો બને છે તીર, શબ્દો બની રહે ઢાલ,
શબ્દોની દુનિયા અનોખી, શબ્દોની છે કમાલ
શબ્દો બની રહે છે આપણી લાગણીની ટપાલ,
શબ્દો જતાવે નફરત, શબ્દો બતાવે વ્હાલ
શબ્દો બને ક્યારેક ડૂમો, ક્યારેક શબ્દો કરી દે ન્યાલ,
શબ્દોની દુનિયા અનોખી, શબ્દોની છે કમાલ
આંખોથી આપ-લે થતા શબ્દો બનાવે માલામાલ,
કાવ્ય, ગઝલ અને શાયરીઓમાં શબ્દો પૂરો તાલ
કવિ અને લેખકો કરે શબ્દોની ધાંધલ-ધમાલ,
શબ્દોની દુનિયા અનોખી, શબ્દોની છે કમાલ
જરૂર પડે ત્યારે શબ્દો બની રહે છે કંકુ અને ગુલાલ.
