મોરપીંછ
મોરપીંછ
જોયેલું છે મે કે લોકો ગુલાબ આપે
પણ તમે આપ્યું મને મોરપીંછ,
કહ્યાં તમે શબ્દો અનોખાં
જ્યારે આપ્યું મને મોરપીંછ,
કહ્યું'તું કે લોકો ભલે ને એમના પ્રેમને ફૂલ આપે
મારે મારી બ્યુટીફુલને આપવું છે મોરપીંછ,
લખે છે તું રાધા કૃષ્ણની કવિતાઓ
એટલે મને મન થયું તને આપવાનું મોરપીંછ,
જે હમેશાં રહે છે રાધા અને કૃષ્ણની વચ્ચે
એ નિશાની તને સોંપું છું એક મોરપીંછ.

