STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

મહાન નારી

મહાન નારી

1 min
169

નારી તારી અજબ કહાની

ધોડિયામાં થયું નામકરણ

વિધિના એવા લેખ લખાયા

નાનપણથી જ આપાય શિખામણ


તું તો છે પારકી થાપણ

આમ નઈ કરવાનું

અહી નઈ બેસવાનું 

જાત જાતની અપાય શિખામણ


મોટી થાય ને આવે જવાબદારી 

દીકરીમાંથી બને પત્ની

પત્નીમાંથી મમ્મી. મમ્મી માંથી દાદી

અને પછી કહેવાય બા


દરેક પરીક્ષામાંથી ઉતરે પાર

બદલાયો જમાનો, જુનવાણી ગઈ  

દીકરી કરે ગગનમાં સેર

મોટા મોટા વાહન ચલાવે


એક દીકરી ધર ચલાવે

એક દીકરી દેશ ચલાવે

દીકરી બની પુરુષ સમોવડી

અને હવે,  દીકરી દીકરો એક સમાન



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract