દિનરાત
દિનરાત
ચાંદ સૂરજ તો નભમાં ચમકે,
તારલિયાની ભાત રે...
સૂરજ કેરી સવારી આવે,
થાય અરુણું પ્રભાત રે..
અવનીએ અજવાળાં રેલે,
થાતા કિરણ પ્રપાત રે..
ધોમધખંતો તપતો ત્યારે,
રીઝે જગનો તાત રે...
પાકને એના પોષણ દેતો,
પૂરતો રંગની ભાત રે...
સંધ્યાકાળે રંગ રેલાવી,
દેતો સૌને નિરાત રે...
સંતાકુકડી રમતો ચાંદો,
તારલિયાની સાથ રે...
મીઠી મધુરી ચાંદની પડતાં,
મટે મનનાં સંતાપ રે..
પ્રેમીજન તો હૈયા ખોલી,
કરતાં દિલની વાત રે...
રાત ને દિનનું ચક્ર અનોખું,
નોખા બંનેના ઠાઠ રે.
