દાદા અને પૌત્ર
દાદા અને પૌત્ર
આજ તારી, કાલ મારી,
આવશે એક દિવસ એવો,
બાળક બન્યો પુત્ર અને પછી પિતા,
પિતામાંથી દાદા બન્યો,
અને ધરનો મોભી,
મિત્ર જેવો સંબધ
દાદા અને પૌત્રનો,
દિવસ જાય ને રાત્રિ જાય,
પૌત્ર થાય મોટો ને બોલે દાદાને જેમતેમ,
દાદા તો બાળક છે, એમ વિચારી જાય ભૂલી,
હોય જો મુસીબતમાં બાળક,
આવે દાદા વ્હારે, સમજાય ત્યારે
દાદા એટલે દાદા, સમજે બધું ને
જાણે બધું,
આવે ત્યારે વ્હાલ દાદા ઉપર,
મિત્ર થઈ, કરે મિત્ર જેવો વ્યવહાર,
દાદા અને પૌત્રની ચર્ચા થાય,
આખા ઘરમાં.
