પર્વતારોહણ
પર્વતારોહણ
ચઢ્યા કપરા કાળમાં છેક ઉપર,
વિચાર્યું ન હતું એવું થયું કામ,
હતી ઠંડી વધારે અને પડ્યો બરફ,
છતાં અમે ચઢ્યા છેક ઉપર,
રસ્તો હતો ખૂબ ખરબચડો,
અને હતા ખાડા ટેકરા,
નડ્યા અમને આખે રસ્તે, પથ્થર અને કાંકરા,
ધીરજ ખૂટી, રસ્તો બન્યો કઠિન,
ત્યારે યાદ કર્યા, પ્રભુને અને મળી હિંમત,
આવું જ થાય જ્યારે, કરો કોઈ નવું કામ શરુ,
શરુમાં લાગે કઠિન અને પછી લાગે પ્યારું,
સફળતાની સીડી ચઢો જ્યારે,
વિચાર કરીને, અને સાથે મળીને
બનાય એક પર્વતારોહણ.
