આંધળો પ્રેમ
આંધળો પ્રેમ
મુંબઈમાં હોય છે ઊંચી ઈમારત,
સામસામે હોય બારી,
વાતો કરે અને બારીમાં બેસી વાયદા કરે,
એક યુગલ બન્યું એવું,
વાતો કરે રોજ પણ મળવાની કહે નાં,
વાત બની એક દિવસની
મળવાની નાં કહેતા, થાય અબોલા,
સવાર અને સાંજ, ટાઇપ કરે કોમ્પ્યુટરમાં,
સામે છેડે પણ કઈક આવું જ થાય,
મનામણાં થયા ને મળવાનું કર્યું નક્કી,
સામ સામે આવી ને ઊભા બેઉ,
એકને પગ નહિ ને બીજાને કાન નહિ,
થતાં ઈશારા, અને વાયદા
હવે કોઈ રાહ જોતું નથી,
પણ પ્રેમ તો પ્રેમ છે,
અને ઈશારાની મજા પણ ફાવી ગઈ છે,
જેવા છો તેવા, ચાલશે મને,
આમ થાય છે મિલન
એક આંધળા પ્રેમનું.
