આભ ઝરૂખે
આભ ઝરૂખે
આભ ઝરૂખે
વીજળી ચમકતી,
તેજ લિસોટે.
અંધારું નભ
ચાંદ તારા ગાયબ,
વીજ ડરાવે.
તાંડવ કરે
વીજળી આસમાને,
કોપાયમાન.
અષાઢ માસે
વીજ વાદળી સંગ,
ખેલ ખેલતી.
આભ ચીરતી
વીજળી સોંસરવી,
ઉતરે ભૂમી.
તેજ મિજાજ
દાખવતી વીજળી,
પ્રકાશમય.
વીજ, વીજળી
દામિની કહેવાઉં,
નભ સંગિની.
