Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nina Desai

Abstract

3  

Nina Desai

Abstract

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
152


ઉત્તુંગ ગિરી શીખરને ચૂમતી,

સાત અશ્વના રથે આરૂઢ થૈ,

આવી દમામદાર, પ્રકાશમય

તેજોમય આદિત્યની સવારી.


 ઓઢી લાલિમા મઢી ચૂંદડી,

આદિત્યના રેશમી રશ્મિના શણગારે,

શરમાતી, મલકાતી ઉષા આવી અવનીના દ્વારે.

હરખાતી અવનીએ 

ઉધાડ્યા દ્વારને,કળીઓએ ઓસ ખંખેરી 

આળસ મરડીને જોયું,પ્હો ફાટ્યું,ભરભાંખળું આછું અજવાળું 

મલકી પડ્યુંને મધમધતાં પૂષ્પોએ 

પાંપણ ખોલી ત્યાંતો પાગલ સમીર 

સોડમનો હાથ ઝાલી,આખી વનરાજીમાં ઘૂમી વળ્યો !


ખબર પડી ગઈ વૃક્ષે સૂતેલા વિહંગોને કે,આવી છે ઉષાની સવારીને એય જાણે હરખાતાં, કલરવતાં આસમાનને

આંબવા આતુર હોય એમ નીકળી 

પડ્યા હવા સંગ વિહરવા. 


પ્રકૃતિના સૌંદર્યને માણવા જાણે જાગ્યું 

આખું જગત !

બાંગ દીધી કૂકડાએ,મંદિરે ઝીણી

 ઝીણી ઝાલરો રણકી રહી. ગાયોના ગળાની ઘૂધરીનો મીઠો રણકાર,

માથે અને કમરે બેડલાં ઉંચકી લચકતી ચાલે પાણી સિંચવા કૂવે જતી પનિહારીના ઝાંઝરનો ઝણકાર,

ખળખળતી સરિતાના જળનો રવ,

ખેતરે લહેરાતા,ઝૂલતા મોલ,

આંબાવાડીયે ટહૂકતી કોયલ અને

થનગનતો

કળા કરતો મોરલો જાણે 

પ્રભાતના વધામણાં લઈ રહ્યા !


આખી સૃષ્ટિ પ્રફૂલ્લિત થઈ ઝૂમી રહી.

માનવ જગત પણ એ જ રોજની દિનચર્યામાં પરોવાયું...

જીવનની ઘટમાળ જે કૂવાની રેંટની જેમ સતત,

અવિરત ચાલતી રહે બસ ચાલતી રહે,દિવસ-રાત,રાત-દિવસ,

વરસોવરસ સદીઓથી,યુગોથી પરિવર્તન 

અને સર્જન વિસર્જનને આધીન.


પુરૂષ અને પ્રકૃતિ, કુદરતનું સૌંદર્ય અને સૌંદર્યની લાલિમા...એક બીજાથી સંલગ્ન, એકબીજાના પૂરક,

એકબીજા વગર અધુરું જેમનું જીવન

અને જીવનની ઘટમાળ.


પૃથ્વી પર જીવંત જળચર,વનચર,

નભચર અને સ્થળચરના જીવન અને સમયના કાળચક્રની ઘટમાળ અને સમયાંતરે 

ઋતુઓના સાનિધ્યે બદલાતા કુદરતના સૌંદર્યનો ઉપસીને 

આંખે વળગતો અહેસાસ એ જ તો જીવન !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract