STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

શબ્દોના તીર

શબ્દોના તીર

1 min
416

શબ્દોના તીર સરરર કરતાં,

હ્રદયને છેદ કરી ગયા.


નયનોમાંથી અશ્રુ નિતર્યા,

સરિતા બનીને વહી ગયા.


પ્રેમથી પંપાળ્યા હતા જેને,

નફરતની ચિનગારી ચાંપી ગયા.


ઉપકાર કરવાને બદલે,

દગાનો ઈતિહાસ રચી ગયા.


વેદનાથી પીડાતો રહ્યો હું, 

દરકાર કરવા કોઈ ઉભા ન રહ્યા. 


હ્રદયમાં અગ્નિ પ્રગટાવીને, 

ઠાર્યા વગર ચાલ્યા ગયા. 


વિશ્ર્વાસ હતો જેની પર મુજને, 

દુઃખી કરી છૂપાઈ ગયા. 


પસ્તાવો થઈ રહ્યો છે મુજને, 

શબ્દોના પ્રહાર કેમ કરી ગયા ? 


એવી કેવી ભૂલ થઈ મુજથી, 

મનમાં વલોપાત મુકી ગયા. 


પ્રેમથી સાથ આપ્યો હતો જેને, 

સમય સાથે બદલાઈ ગયા. 


અંતે હવે સમજાય છે મુજને, 

સ્નેહને લાયક કોઈ નથી રહ્યા. 


મતલબની છે દુનિયા "મુરલી" 

મુજને જાગૃત કરતા ગયા. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy