શબ્દ પર ઝાકળ મળે
શબ્દ પર ઝાકળ મળે
સાવ કોરો આપનો કાગળ મળે,
ભર ઉનાળે ગાજતુ વાદળ મળે.
આંખનું સૌંદર્ય છે સાગર સમુ,
ને અમાસી રાત સમ કાજળ મળે.
સાવ ટૂંકી હોય છે ઘડીઓ છતાં,
યાદ છે ને, હર ઘડી હરપળ મળે.
સાજ ને શણગાર ઓઢે સાંજ પણ,
આગમનની આપના અટકળ મળે.
મેં લખ્યું તુ નામ માત્ર આપનું,
શું કરું, જો શબ્દ પર ઝાકળ મળે.