STORYMIRROR

Dr Sejal Desai

Romance

3  

Dr Sejal Desai

Romance

શાંત

શાંત

1 min
467


શાંત પાણી મધ્યે આ વલય જો

આમ બૂંદો સરીખો વિલય જો


લાગણીની હેલી તો શબ્દોથી

આ શબ્દોના અર્થમાં પ્રણય જો


જે ક્ષણોમાં દે સંબંધો તોડી

સૂક્ષ્મ વાણી સરીખો પ્રલય જો


આ વિચારો થકી સાદગીમાં

આમ આત્મા તણો વિનય જો


શાંત નિઃશબ્દ માનસ મધ્યે આ

તારો સંપૂર્ણ ભીતર વિજય જો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance