STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

સાથે ચાલ તું

સાથે ચાલ તું

1 min
404

જીવનની મુશ્કેલ ઘટમાળમાં સાથે ચાલ તું,

અદ્ભૂત પ્રકૃતિને આલિંગવા સાથે ચાલ તું,


રાહ જોઈ રહ્યા છે ઘણાં વૈભવો અહીં,

ઉષાની લાલિમાને માણવા સાથે ચાલ તું,


ભરપૂર સૌંદર્યના નઝારાઓના જામ ભરી લીધાં,

વગર નશાનો કેફ માણવા સાથે ચાલ તું,


લીલી વનરાજીઓ વચ્ચે પસાર થતાં આ કિરણો,

જાણે સંતાકૂકડીની રમત રમતાં જોવા સાથે ચાલ તું,


આછી ઝરમરમાં પણ મેઘધનુષી આભા દેખાડતી,

આભે લાલેરી લાલિમાને માણવા સાથે ચાલ તું,


આજે દરિયા કિનારે મોજા સાથે અથડાવા જઈએ,

અને દૂર ક્ષિતિજે ડૂબતાં સૂરજને જોવા સાથે ચાલ તું,


વહેતી ખડખડ અહીં મળી ગઈ તેનાં વહાલમને,

"સખી" એકમેકના અંતરની તરસને જોવા સાથે ચાલ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama