STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

સાત રંગોનાં સપનાં…

સાત રંગોનાં સપનાં…

1 min
258

મિલન આપણું આનંદ વર્ષા

હૈયે હરખ ઝરણાં

સાત રંગોનાં સ્વપ્નો ઓઢી 

ઝૂલાવે જીવન ઝૂલણાં,


શિશિર વાયરે હૂંફ શોધીએ 

મીઠી વાતોના ટહુકા

શૈશવની નિખાલસતા સંગે

પગલી ખેલે લટુકા,


મખમલિયા કુંપળની કુમાશે

ઝૂલાવે વસંત હિંડોળા

કેસૂડા કામણગારા ઝૂમી

જોબનને લલચાવે ધીરા,


નજર રમે ત્યાં હસે ચાંદલિયો

ઝરુખે ટમટમ યાદો

દૂર દૂર તારલિયે ગૂંથું ભાતું

આ રુપેરી રે વ્હાલી સોગાદો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance