સાંભળ બાળક તને કહું ટેક્નોલોજી
સાંભળ બાળક તને કહું ટેક્નોલોજી
સાંભળ બાળક તને કહું ટેક્નોલોજીની વાત
આવ્યું છે એક રોબોટ મશીન,
જે લેશે મનુષ્યનું સ્થાન,
કરશે આજ્ઞાથી તમામ કામ,
સાંભળ બાળક તને કહું ટેક્નોલોજીની વાત
એવો યુગ આવશે જ્યારે,
કરશે મનુષ્યના તમામ કામ,
રોબોટ ચાલશે કોમ્પ્યુટરથી,
પણ તેને રોકવો નહીં હોય આસાન,
સાંભળ બાળક તને કહું ટેક્નોલોજીની વાત,
કામ તો થશે ઘણા આસાન
પણ થશે બેરોજગારીનો સંગ્રામ
સાંભળ બાળક તને કહું ટેક્નોલોજીની વાત.
