રવિવાર મને તહેવાર લાગે
રવિવાર મને તહેવાર લાગે
જ્યારે આવે છે રવિવાર,
બને છે મારા માટે તહેવાર,
ભેગો બેસી જમે પૂરો પરિવાર,
જાણે મને તો એ જ લાગે તહેવાર,
પ્રેમભર્યો છે સૌનો વ્યવહાર,
આપે એકબીજાને સહકાર,
કરે છે એકબીજાની દરકાર,
જેથી દુઃખને આપી શકે પડકાર,
જેથી દરેક ક્ષણ બને સુંદર તહેવાર,
મને તો ગમે રવિવાર,
સાથે મળી હરેક ક્ષણ બને તહેવાર.
