STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

રૂમઝૂમ ફાગણના વાયરા રે વાય

રૂમઝૂમ ફાગણના વાયરા રે વાય

1 min
173

રૂમઝુમ ફાગણના વાયરા રે વાય…..

 

પવન કટોરીએ  ભરીને ફાગ

કોણ ટહુક્યું  રે વ્હાલું વાલમ?

કે મારા હૃદિયે ફોરી રે ફોરમ

 

લાગ્યા વ્હાલા આ વનપંથ

ખીલ્યા    કોકિલના    કંઠ

આવો વગાડો કોઈ ઢમઢોલ

મારે ગાવા છે વાસંતી બોલ

 

રમે પવન છેડી ઝંકાર

સૂણો  વસંતના પુકાર

ભરી ખુશી  કૂંપળે કોણ લહેરાય?

રૂમઝુમ ફાગણના વાયરા રે વાય

 

સૂણી પાવા વનવાટ

મેળે જામ્યો મલકાટ

ફૂટી  કેસૂડો  અંગ અંગ  મલકાય

ગુલાલે ફાગણના વાયરા છલકાય

 

ભર્યા  કુદરતે રંગ

ઉરે  મસ્તી ઉમંગ

હોળીના  હરખ    હરખાય

નવોઢાના નવરંગ લહેરાય

ફાગણના  વાયરા  રે વાય

રમેશ પટેલ(આકાશદીપ)

...


Rate this content
Log in

Similar gujarati poem from Romance