રુપલું કોઈ મળ્યું મને
રુપલું કોઈ મળ્યું મને


છંદ - જદીદ…ગાલગાગા ગાલગાગા ગાગાલગા
વાત મારી ફૂલડાં છાની ના રહી
આજ તમથી રૂપલું કોઈ મળ્યું મને
રંગમાંથી રંગ કેવા ખીલ્યા હવે
સ્વયંમ ચિત્રકાર થવાનું મળ્યું મને
શીદ માંડું દૂર વ્યોમે નજરું હવે
ચાંદશુ રૂપ ઘૂંઘટે તો જડ્યું મને
ના મને ઓ વાદળી ભીંજાવો વધુ
સ્નેહ સરવાણીસું કોઈ અડ્યું મને
ના જરૂર મારે તમારી ખુશ્બુ પવન
તરબતર કરતું જ કોઈ ભેટ્યું મને
લાગતા ટમટમ દીવા ઝાંખા આ ગલી
ઝરુખડે ઝગમગતું કોઈ મળ્યું મને
ના હવે દેજો પંખીડાં સંદેશ બહુ
છલકતું ઉર આનંદે તો મળ્યું મને
સુંદર ગઝલ થયા તમે ને ગાતો બધે
શાયરે મહેફિલનું બિરુદ મળ્યું મને
આજ નયન ‘દીપના શમણામાં રમે
ભૂલવા સઘળું જ કોઈ મળ્યું મને.