STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ઋતુ જાણે તહેવાર ઉજવી રહી છે

ઋતુ જાણે તહેવાર ઉજવી રહી છે

1 min
6

જાણે ઋતુ ઉજવી રહી છે આજે તહેવાર !

દિલથી કરી રહી છે તારો એ ભવ્ય સત્કાર,


પર્ણ પર્ણ જાણે કરી રહ્યા છે તારું સ્મરણ,

પ્રકૃતિએ પણ સજ્યો છે જાણે શૃંગાર !

પ્રકૃતિમાં સંગીત સંભળાઈ રહ્યું છે ચારેકોર,

પંખીઓ પણ તારા આગમને કરે કલશોર,


ઝણઝણી ઊઠયા છે મારા દિલના તાર તાર,

આ મોસમ લાવી મહેકતા ફૂલોનો ઉપહાર,

હવા છેડે તારા પાલવને, પાલવ નૃત્ય કરે,

તારા મોહક રૂપથી, ઝૂમી ઊઠયા દિલના તાર,


વીતી ગઈ એ દુઃખો ભરી રાત્રિ મારી ને,

થઈ ગઈ જાણે મારા સુખોની સવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy