રંગોનો તહેવાર
રંગોનો તહેવાર
આવ્યો રંગોનો તહેવાર
આવ્યો રંગોનો તહેવાર
સંગે ઉજવીએ તહેવાર
લાગે રૂડો રે વહેવાર
અબીલ ગુલાલ લેજો
પ્રેમથી સૌ રમી લેજો
રંગોની છોળો ઊડે
સૌ આનંદે ઝુમી લેજો
તારી દે હથેળી
રંગોમાં ઝબોળી
હું દઉં તને રંગી
આવી ધૂળેટી રંગબેરંગી
રંગો થકી જ દુનિયા અનેરી
રંગ વિના લાગે અધૂરી
પ્રેમ થકી સુંદર દુનિયા
સંબંધોથી જ માયા અમારી
