STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

રમતનું મહત્વ અને સત્વ

રમતનું મહત્વ અને સત્વ

1 min
449

રમત છે, જીવનનો મહત્વનો ભાગ, રમત થકી જીવન મસ્તાન છે,

શારિરીક અને માનસિક વિકાસ માટે રમત એક વરદાન છે,


મનોરંજનનું છે, મનોરંજન અને કસરતની છે, કસરત આ રમત

રમત તો જાણે વિકાસના ડબલ એન્જિન જેવી શક્તિમાન છે,


ઇન્ડોર રમતની થકી માનસિક વિકાસને મળે છે વેગ,

આઉટડોર રમતોનો આવેગ, શરીરને શક્તિ કરે પ્રદાન છે,


આદર સાથે જય કે પરાજય સ્વીકારવાની ભાવનાનું થાય સંવર્ધન

રમત થકી આપણામાં ખેલદિલીની ભાવનાનું થાય ઉત્થાન છે,


પડકારોને શાંત રીતે પડકારવાનું શીખવતી હોય છે રમત,

રમત આપણા વ્યક્તિત્વને બનાવે જાંબાઝ અને જાજરમાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract