રમત રમતી રહે
રમત રમતી રહે
પરાણની પ્રીત પાળી છે, દિલથી,
એક મુસીબત પાળી છે, તનથી.
હજારોમાં એ કેમ આવી જીવને ?
સૌથી વિશેષ માની છે, મે મનથી.
સરલ સ્વભાવ મનથી એ નાદાન,
ચંચળ તોફાની ભોળી છે, પ્રેમથી.
રમત રમતી રહે, માસુમિયતથી,
કૌ પણનાં દર્દે આખો ભરે નમથી.
પ્રેમને માને ગમે તેવા દર્દને જાણે,
છેતરાઈને લાગણીએ વહે અમથી.

