STORYMIRROR

Amrish Shukla

Drama Thriller Tragedy

0.6  

Amrish Shukla

Drama Thriller Tragedy

રહેવા દે..

રહેવા દે..

1 min
27.6K


ન કર સરેઆમ તું મને રહેવા દે..

જીવ્યો છું તુજમાં એમ જીવવા દે..!!


શું ફાયદો કરવા પેદા વમળ ફરી..

વહી ગયા એ નીર તું વહેવા દે..!!


રાખી નથી શંકા લેશમાત્ર તો શું..

બીજ રોપવા ફરી એ રહેવા દે..!!


અકારણ ક્યાં બને છે ઘટના જેવું..

હોય ભરમ તો ભલે તું રહેવા દે..!!


વીતી ગયા અનેક વાયરા છે ખબર,

રાતી આંખમાં ઉજાગરો તું રહેવા દે..!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama