STORYMIRROR

Shaurya Parmar

Children

3  

Shaurya Parmar

Children

રાક્ષસો અને ફૂલ

રાક્ષસો અને ફૂલ

1 min
14K


સવાર થતાં જ મોટા મોટા પીળાપીળા આવે છે ભયાનક રાક્ષસો 
નાનાનાના કુમળાં ફૂલો હજુ જાગ્યા જ છે 
ત્યાં તો તેમને ઉપાડી લઈ જાય છે...
રાક્ષસો ફૂલો લઈ જાય છે... 

આ કેળવણીકારો અને શિક્ષણના જીવો જોયા કરે બધું મૂંગે મોઢે 
ભાર વગરનું ભણતર એ સત્ય કે સપનું 
એ નરી આંખે ખોટા થાય છે...
રાક્ષસો ફૂલો લઈ જાય છે...

ચાર દીવાલોમાં કેદ કરે સૂર્ય પ્રકાશ પણ ફૂલ ને ક્યાંથી મળે 
રમવાની ઉમરે મોટી મોટી વાતો સાંભળી 
એ ફૂલને ગુંગણામણ થાય છે...
રાક્ષસો ફૂલો લઈ જાય છે...

માતાને ભુલાવી પટ પટ પોપટ જેવી માસીની ભાષા શીખવે ફૂલને 
જીવતી હોય મા, છતાં માસી જોડે જાય 
એમાં “વાર્તા રે વાર્તા” ભૂલાય છે...
રાક્ષસો ફૂલો લઈ જાય છે...

મુક્ત મને હરવા, ફરવા, વિહરવા, રમવા, ખીલવાની ફૂલની ઉમર 
ચાર દીવાલો એ શાળા, ઘર કે રાક્ષસની 
એને કાળા પાણીની સજા થાય છે...
રાક્ષસો ફૂલો લઈ જાય છે.....

એક જ નાની અરજ એ નાનકડા ફૂલના માળીને હું કરું છું 
જીવવા દો અને ખીલવા દો બિચારાને 
જુઓ એનું બાળપણ કરમાય છે...
રાક્ષસો ફૂલો લઈ જાય છે...


Rate this content
Log in

Similar gujarati poem from Children