STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Drama

3  

Vrajlal Sapovadia

Comedy Drama

રાજા

રાજા

1 min
31

સત્તા બધી એના હાથમાં પુરી 

સલાહ પ્રધાનની લેવાની 

કરવાનું રાણી કહે એમ,


પ્રજા હોય, પ્રધાન કે ચપરાશી 

દરબારમાં રોજ સલામ ભરે 

વટી સરહદ કાનફૂસી કરે,


ગરીબડા બિચારા કાકલુદી કરે 

દરબારી બધાં ચાપલુસી કરે 

જમાત આખી આજીજી કરે,


જીવતો હોય ત્યારે હા જી હા કરે,

માંદો હોય તો વાટ જુવે 

મરે એટલે મજાક કરે,


રાજાના નામનો વટ પડે 

રાજા જેવું કોઈ નહીં 

રાજા એટલે રાજા,


ગુંડા બધા ગામમાં ખુલ્લા ફરે

ખેડૂત ખેતરે જાય 

મજૂર મજૂરી કરે,


કરચોરો કરચોરી કરે 

ચોર ચોરી કરે 

સિપાહી ધ્યાન રાખે,


પંડિત પરદેશ ચાલ્યો જાય 

વેપારી વેપાર કરે 

પૂજારી પૂજા કરે,


રાજા તો ખાલી રાજ કરે 

ગુરુજી વિદ્યા આપે 

પ્રજા મોજ કરે,


સત્તા બધી એના હાથમાં પુરી

હાથ રાણીના હાથમાં 

પુરી એના હાથમાં,


સત્તા બધી એના હાથમાં પુરી

સલાહ પ્રધાનની લેવાની

પ્રધાન બધું પસાયતાને પૂછે,


સત્તા બધી એના હાથમાં પુરી

દે ધનાધન દાળમાં પાણી 

રાજ ચાલે ટનાટન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy