રાધા શ્યામ
રાધા શ્યામ
રૂડી રાતલડી આ જોને કેવી નિરાળી,
તારલા સંગ શોભે ચાંદની નખરાળી !
આભલે ચાંદલિયા ની આભા નિહાળી,
હૈયામાં ઉઠી હરખની હેલી સફાળી !
શ્યામ સંગ રાધા રમે રંગતાળી,
પરસ્પર પ્રિતની છોળો ઉછાળી !
શ્યામ ન આપશો હવે હાથતાળી,
પ્રિત ના રંગોથી આયખું અજવાળી !
