પુસ્તક
પુસ્તક
મુજ વિચારો
તૃષાને ક્ષુધા,
તૃપ્ત વાંચન થકી,
જ્ઞાન પરબ
પુસ્તકાલયે.
પુસ્તકાલયે,
પુસ્તકો મધ્યે,
સાહિત્યની સરિતા
ભાષા સમૃદ્ધિ
થાય વાંચને.
પુસ્તકો બને
ઉત્તમ મિત્ર,
મુજ એકાંતવાસે,
મનોભાવોથી
વિશ્વ સફર.
પુસ્તકોરૂપી
દીવાદાંડીથી,
પથરાય ઉજાસ,
અજ્ઞાનતાના
અંધકારમાં.
મનતરંગે
વાચા આપતા
કલમ કસબીઓ
કરે સાહિત્યે
રૂડું સર્જન.
